Monday, September 30, 2013

ઊંઘ પણ આવે નહીં ને સ્વપ્ન પણ આવે નહીં, સાવ સામે તું હતી ને તું ય બોલાવે નહીં. - ‘ઇર્શાદ’ ચિનુ મોદી

ઊંઘ પણ આવે નહીં ને સ્વપ્ન પણ આવે નહીં
સાવ સામે તું હતી ને તું ય બોલાવે નહીં
 

હું કહું છું-લાવ તરા હાથમાં મહેંદી મૂકું
એ છતાં યે તું હથેળી કેમ લંબાવે નહીં
 

હું સુગંધીરૂપ છું એ કેમ સમજાવું તને?
પુષ્પની માફક પ્રકટ રહેવું મને ફાવે નહીં
 

વેલ સૂકાતી રહી ને વૃક્ષ એકલતા સહે
એક-બીજાની નિકટ આવી શકે, આવે નહીં
 

આપણી વચ્ચે ‘ર્શાદ’ આડી ભીંત છે
હું યે ઓળંગી શકું ને તું યે તોડાવે નહીં
 

ર્શાદ’ ચિનુ મોદી

No comments:

Post a Comment