સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.
તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.
ભૂતકાળની મહેફિલમાં ચાલોને જરા જઈએ,
જો આપ હશો સાથે ફરવામાં મજા મળશે.
દુનિયાનાં દુ:ખો તારો આઘાત ભુલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.
માનવનેય મળવામાં ગભરાટ થતો રે' છે,
શું હાલ થશે મારો જ્યારે એ ખુદ મળશે.
થોડાંક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.
હું પ્રયત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તદબીર વિના મળશે.
સમજી લ્યો "મરીઝ" એની સૌ વાત નિરાળી છે,
'હા' માં કદી 'ના' મળશે, 'ના' માં કદી 'હા' મળશે.
રહેવાને દીધી સૃષ્ટિ સંતોષ નથી એનો,
અમને તો હતું તારા હૈયામાં જગા મળશે.
નક્કી અને નિશ્ર્ચિત છે રસ્તાનો કોઈ છેડો,
ગ઼મ કર ન "મરીઝ" એનો જેઓ કે ગયા, મળશે.
- 'મરીઝ' અબ્બાસ વાસી
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.
તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.
ભૂતકાળની મહેફિલમાં ચાલોને જરા જઈએ,
જો આપ હશો સાથે ફરવામાં મજા મળશે.
દુનિયાનાં દુ:ખો તારો આઘાત ભુલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.
માનવનેય મળવામાં ગભરાટ થતો રે' છે,
શું હાલ થશે મારો જ્યારે એ ખુદ મળશે.
થોડાંક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.
હું પ્રયત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તદબીર વિના મળશે.
સમજી લ્યો "મરીઝ" એની સૌ વાત નિરાળી છે,
'હા' માં કદી 'ના' મળશે, 'ના' માં કદી 'હા' મળશે.
રહેવાને દીધી સૃષ્ટિ સંતોષ નથી એનો,
અમને તો હતું તારા હૈયામાં જગા મળશે.
નક્કી અને નિશ્ર્ચિત છે રસ્તાનો કોઈ છેડો,
ગ઼મ કર ન "મરીઝ" એનો જેઓ કે ગયા, મળશે.
- 'મરીઝ' અબ્બાસ વાસી
No comments:
Post a Comment