થાય સરખામણી તો ઉતરતાં છીએ,
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવનિ ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
આ જગતને અમારું જીવન-બેયમાં,
જંગ જે કંઈ હતો, જાગ્રતિનો હતો.
જયાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઈ,
કે તરત તેગ એણે હુલાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે,
ક્યાંક પહોચી ન જઈએ બુલંદી ઉપર.
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.
કોઈને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,
અમને આવી ગઈ કંઈ દયા એટલી.
કે નદીઓ હતી બધી જેટલી અંતરે,
આંખ વાટે બધીયે વહાવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષોજૂની
જિંદગીમાં અસર એક તનહાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછયું - કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈના હાથમાં,
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ.
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ એમ તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ "બેફામ" સાચો પડ્યો.
જાત મારી ભલેને તરાવી નહીં,
લાશ મારી પરંતુ તારાવી દીધી.
- બરકત વિરાણી "બેફામ"
તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા,
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવનિ ઉપર,
તો જરા દોષ એમાં અમારો ય છે.
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
આ જગતને અમારું જીવન-બેયમાં,
જંગ જે કંઈ હતો, જાગ્રતિનો હતો.
જયાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઈ,
કે તરત તેગ એણે હુલાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે,
ક્યાંક પહોચી ન જઈએ બુલંદી ઉપર.
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.
કોઈને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,
અમને આવી ગઈ કંઈ દયા એટલી.
કે નદીઓ હતી બધી જેટલી અંતરે,
આંખ વાટે બધીયે વહાવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષોજૂની
જિંદગીમાં અસર એક તનહાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછયું - કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈના હાથમાં,
દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ.
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ એમ તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ "બેફામ" સાચો પડ્યો.
જાત મારી ભલેને તરાવી નહીં,
લાશ મારી પરંતુ તારાવી દીધી.
- બરકત વિરાણી "બેફામ"
No comments:
Post a Comment