Monday, June 10, 2013

નથી એ દોસ્ત થાતાં, કે દુશ્મન પણ નથી થાતાં, મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં. - બરકત વિરાણી 'બેફામ'


નથી એ દોસ્ત થાતાં, કે દુશ્મન પણ નથી થાતાં,
મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.

અમારા ભાગ્ય જેમ જ થઈ ગયા છે ભાવ પણ નોખા,
ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં,

જુદાઈથી તો વધારે દુ:ખ મને જાગરણ નું છે,
મિલન એનું ભલે ન થાય, દર્શન પણ નથી થાતાં.

પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,
મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.

તને ખોય નું દુ:ખ છે કિંતું આંસુ કોણ લૂછવાનું ?
નથી તું મારી પાસે એથી રૂદન પણ નથી થાતાં.

પીવું છે ઝેર શંકર જેમ કિંતું કેમ મેળવવું ?
જગતના એવાં મૃગજળ છે કે મંથન પણ નથી થાતાં.

કર્યુ પારસ સમું પથ્થર દિલ 'બેફામ' તોયે શું ?
કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં.

- બરકત વિરાણી 'બેફામ'

ઉભય = બન્ને
કંચન = ચોખ્ખું સોનું

No comments:

Post a Comment