માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે,
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે.
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં,
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે.
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને,
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે.
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને,
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે.
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની,
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે.
- ગની દહીંવાળા
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે.
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં,
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે.
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને,
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે.
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને,
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે.
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની,
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે.
- ગની દહીંવાળા
No comments:
Post a Comment