Thursday, December 19, 2013

નજર મેળવીશું ને ખોવાઈ જાશું, કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું. - 'શૂન્ય' પાલનપુરી

નજર મેળવીશું ને ખોવાઈ જાશું,
કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું.

કહી દો કે મંજુર છે પ્રેમ તારો,
હુકુમત કરી કાળ પર છાઈ જશું.

વસંતો ના જોબન ને લાલી તો મળશે,
ભલે! રક્ત સીચીને કરમાઈ જાશું.

તમે ઋણ કાઢ્યા કરો સાત ભવ નું,
ન પહોચી વળશે તો વેચાઈ જાશું.

સભા પર કરો એક પારેખ -દ્રિષ્ટિ,
હજારો ને લાખો માં પરખાઈ જાશું.

ગગન માં ઝગીશું સિતારા બનીને,
અગર આસુઓ થઇ ને વેરાઈ જાશું.

ગમે તેમ જીવી જશું તોય અંતે,
બહુ શાન થી શૂન્ય વિસરાઈ જશું....

- 'શૂન્ય' પાલનપુરી

No comments:

Post a Comment